મોરબી તાલુકાના જેતપર ગામમાં બીડીના બંધાણી પુત્રને માતાએ બીડી પીવાની ના પાડતાં પુત્રએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા હિતેશભાઇ ધરમશીભાઇ દેત્રોજા (ઉ.વ.૨૨)ને માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપ્યો હતો. આથી યુવકને લાગી આવતા પુત્રએ પોતાની મેળે કોઇ ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.