મોરબી તાલુકાના જેતપર ગામે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને પોલીસે પકડી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં હનુમાનજીના મંદિર પાસે ગઇકાલે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ નારણભાઇ બાબુભાઇ પરમાર, પ્રફુલભાઇ રામજીભાઇ પરમાર, રાહુલભાઇ અરવિંદભાઇ પરમાર, હરેશભાઇ લાલજીભાઇ પરમાર અને દિનેશભાઇ ધનાભાઇ પરમાર (રહે. બધા વણકરવાસમાં જેતપર. તા. મોરબી) ને રોકડ રકમ રૂ. ૧૦,૩૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.