જુનાગઢ જિલ્લાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ ભરતભાઇ પરમારનું કોરોનામાં દુખદ અવસાન થયેલ છે. પછાત અને ગરીબોની વેદનાને વાચા આપતા અને હરહંમેશ લડત આપતા ભરતભાઇની વિદાયથી અનુ.જાતિ સમાજમાં દુખની લાગણી પ્રસરી છે. બાબુભાઇ પરમાર તમામ સમાજ માટે લડત આપતા સાથે અનેક સેવાકિય અને ગરીબ પરિવારના દર્દીને સરળતાથી રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પના પણ આયોજન કરતા હતા. જ્યારે તેમના દુખદ અવસાનથી સમાજને મોટી ખોટ વર્તાઈ છે.



