હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચલણી નોટ નંબરીનો જુગાર રમતા એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રામાપીરના મંદીર નજીક ચલણી નોટ નંબરીનો જુગાર રમતા આરોપી સુનીલભાઈ બચુભાઈ દુદાણા (ઉ.વ.૩૮) તથા કિશોરભાઈ ગંગારામભાઈ ચરમારી (ઉ.વ.૩૮ રહે. બંને જુના દેવળીયા) નેં રોકડ રકમ રૂ.૪૧૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.