મોરબીમા જુના ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારી જવાના નાકા પાસેથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર ત્રાજપર ખારી જવાના નાકા પાસેથી આરોપી દિપકભાઈ ગોવિંદભાઈ કુંવરીયા (ઉ.વ.૩૬. રહે. ત્રાજપર ગામ. મોરબી-૨) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.