માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં બાવળની કાંટમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી માળિયા મીયાણા પોલીસ એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મી) પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં આરોપી સુખદેવભાઈ દેવશીભાઇ ઉપસરીયાના ખેતરના શેઢે બાવળની કાંટમાથી દેશી બનાવટની જામગરી (હથિયાર) નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુખદેવભાઈ દેવશીભાઇ ઉપસરીયા (ઉ.વ.૨૭) રહે. જુના ઘાટીલા ગામ તા. માળીયા (મી) વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)(એ) તથા જીપી એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.