જુના ઘાંટીલા ગામે ગ્રામ પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તથા માળિયા તાલુકાના નવનિયુક્ત સંરપંચનો અભિવાદન સમારોહ યોજાશે
ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના જૂનાં ઘાટીલા ગામે નવનિયુક્ત ગ્રામપંચાયત ઘરનું ખાતમુર્હુત અને માળિયા તાલુકાના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચઓના અભિવાદન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમા આગામી તા.૨૦-૦૨-૨૨ ના રોજ સાંજના ૪ કલાકે જુના ઘાંટીલા ખાતે મોહનભાઈ કુંડારીયા (સાંસદ રાજકોટ), બ્રિજેશભાઈ મેરજા (રાજ્ય કક્ષાના મંત્રી ,ગુજરાત સરકાર), જયંતીભાઈ કવાડિયા (ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ), મગનભાઈ વડાવિયા (ઇફકો વાઇશ ચેરમેન ભારત સરકાર), દુર્લભજી ભાઈ દેઠરિયા (જીલ્લા ભાજપ પ્રમુખ), ચંદુભાઈ સિહોરા (જીલ્લા પંચાયત પ્રમુખ મોરબી)ની ઉપસ્થિતમાં માળિયા તાલુકાના જૂનાં ઘાટીલા ગામે નવનિયુક્ત ગ્રામપંચાયત ઘરનું ખાતમુર્હુત અને માળિયા તાલુકાના નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચઓના અભિવાદન સમારોહ યોજાશે.
કાર્યક્રમને સફળ બનાવવા જુના ઘાટીલાના યુવા આગેવાનો તનતોડ મહેનત કરી રહ્યા છે જૂનાં ઘાટીલા ગામના યુવા સરપંચ ઉમેશભાઈ જાકાસણિયા, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય કેતનભાઈ વિડજા, માળિયા તાલુકા યુવા ભાજપના મહામંત્રી નિકુંજભાઈ અને જૂનાં ઘાટીલા ગામની યુવા ભાજપની ટીમ તનતોડ મહેનત કરી રહી છે.