મોરબી: જુનાગઢ મધુરમ વિસ્તારમાં મંગલધામ સોસાયટીમાં રહેતા નિલેશ દાફડાની ઘરમાં ઘૂસીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ હત્યાના બનાવ અંગે મોરબી-ટંકારા વકીલોમાં રોષ દર્શાવવા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે.
આ હત્યાને ટંકારા-મોરબી બાર એસોશીએશન સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. અને જુનાગઢ બાર એસોશીએશનને સંપૂર્ણ ટેકો આપવાનું નકકી કરેલ છે. અને સરકાર ને એડવોકેટ પ્રોટેકશન બીલ તાત્કાલીક અસ૨થી અમલમાં આવે તેવી માંગ કરી છે. આ બનાવની ટંકારા બાર એસોશીએશને ગંભીર નોંધ લીધી છે. અને આ બનાવ અનુસંધાને ટંકારા-મોરબીના બાર એસોશીએશનના તમામ આજે વકીલઓ તા.૦૭ના રોજ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે જે આ ઠરાવથી ઠરાવવામાં આવે છે.