રામનાથ પાસે આવેલ નદીમાં ગાંડી વેલમાં આગ લાગી કે લગાડવામાં આવી????
જામખંભાળિયા, ઘી ડેમ માંથી નીકળતી ઘી નદી ને સ્વચ્છ રાખવામાં આવે તો ખૂબ જ ઉપયોગી છે, ત્યારે આ નદીમાં દર વર્ષે ગાંડી વેલ નો સામ્રાજ્ય હોય છે, તખંભાળિયા નગરપાલિકા દ્વારા ચોમાસાની આસપાસ ટેન્ડર બહાર પાડીને કામ આપવામાં આવે છે, જ્યારે આવા સમયે આ વેલમાં આગ લાગી એ ચર્ચાનો મુદ્દો છે, આગ લાગી કે લગાડવામાં આવી???? બે એક વર્ષ અગાઉ પણ ખામનાથ મહાદેવ પાસે બંધને કોઈએ નુકસાન પહોંચાડ્યું હતું, હાલ આ મુદ્દે તંત્ર તપાસ કરે છે કે મોંન રહે છે તે જોવાનું રહ્યું…
ઉપરાંત નદીઓની અંદર ઉગતી આ ગાડીવેલ ક્યાંકને ક્યાંક સારસંભાળ ના અભાવે તેનું સામ્રાજ્ય જમાવતી હોય છે. બાદમાં તંત્ર દ્વારા તેને દૂર કરવા માટે અલગ-અલગ ઉપાયો કરવામાં આવતા હોય છે.ત્યારે જામખંભાળિયાના ઘી ડેમમાં ગાંડી વેલને દૂર કરવા આગ લગાવવામાં આવી કે આગ લાગી હતી તે તો અલગ પ્રશ્ન છે પણ આગના કારણે ક્યાંક ને ક્યાંક જળ જીવન તેમજ જળચર પ્રાણીઓને પણ નુકશાન થઈ સકે છે. ત્યારે પાણીમાં રહેતા કે દેડકા, માછલીઓ, સાપ તેમજ નાના મોટા જળચર પ્રાણીઓ ને પણ જાનહાની થઈ શકે છે. જેના કારણે જળ જીવનને પણ નુકસાન પહોંચતું હોય છે ત્યારે હાલ પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે….
-રામ જોગાણી