Tuesday, April 22, 2025

જાંબુડિયા ગામના પાટિયા નજીક આવેલ રામદેવ હોટલમાં સગીરને કામ પર રાખતા સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી AHTU ભરતસિંહ બી ડાભીએ આરોપી ભીમરામ હિન્દુરામ ખારા (ઉ.વ‌.૩૫) રહે. મૂળ રાજસ્થાનના હાલ રહે. જુના જાંબુડીયા ગામના પાટીયા પાસે એસ્સાર પેટ્રોલપંપની બાજુમાં મઢુલી રામદેવ હોટેલ મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી જાણતા હોવા છતા સગીર વયના કિશોર/ બાળકને પોતાના હસ્તકની મઢુલી રામદેવ હોટલ ખાતે સગીર કિશોર / બાળકને મંજુર તરીકે રાખી તેની પાસેથી વધુ પડતા સમય તથા રાત્રી દરમ્યાન પણ સાફ-સફાઇ, ટેબલ સફાઇ, તથા રસોઇ બનાવવામાં મદદ કરાવી તેમજ વાસણ સફાઇ, તથા હોટલની સાફ સાફાઇનું મજુરી કામ કરાવી તેનું શારીરિક, આર્થિક શોષણ થતુ હોવાનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW