જમ્મુ-કશ્મીરના પૂંછમાં આંતકવાદી સાથે અથડામણમાં ગુજરાત ખેડાના કપડવંજના વણઝારીયા ગામના 25 વર્ષિય હરિશસિંહજી પરમાર શહિદ થયો છે. માં ભોમની રક્ષા કાજે દિકરાએ શહાદત વ્હોરી હોવાની જાણ થતાં પરિવાર તથા ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
અંદાજિત 2500 લોકોની વસ્તી ધરાવતું વણઝારીયા ગામનો હરિશસિંહજી પરમારે 2016માં ભારતીય સેનામાં જોડાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. જમ્મુ-કશ્મીરમાં તૈનાત હતા. મછાલ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશ પરમાર શહિદ થયા હોવાના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છે.
