જમાઈ તેમજ અન્ય બે શખ્સોએ સાસુને માર મારવાનો કિસ્સો સામે આવ્યો..
પોતાની દીકરીને પોતાના ઘેર લઈ આવવા બાબતે જમાઈ એ સાસુને માર માર્યો હોય ત્યારે આ બાબતે સાસુએ જમાઈ તેમજ અન્ય બે વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં મોરબીના શનાળા નજીક રહેતા મંગુબેન કાળુભાઇ વાઘેલા ઉ.40 નામના મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની દીકરીને ઘેર લઈ આવતા રાજકોટ રહેતા તેમના જમાઈ સાગર બહાદુરભાઈ માથાહુડીયાને સારું નહીં લાગતા આરોપી સાગરભાઇ બહાદુરભાઇ માથાહુડીયા, નાગજીભાઇ બહાદુરભાઇ માથાહુડીયા તથા વિજય કોળી રહે. ત્રણેય આમ્રપાલી ફાટક રાજકોટ વાળાઓ મંગુબેનના ઘેર આવ્યા હતા અને ગાળાગાળી કરી મંગુબેનને માથામાં જમાઈએ પાઇપ ફટકારી દઈ ઢીંકા પાટુનો માર મારતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.