Thursday, April 24, 2025

જન આર્શીવાદ યાત્રાના પોસ્ટરમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનું નામ ફોટો ગાયબ

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ : ભવિષ જોષી – હળવદ)

હળવદનું રાજકરણ ફરી ગરમાયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ભાજપ નો જુથવાદ ફરી સામે આવ્યો છે. જન આશીર્વાદ યાત્રાના પોસ્ટરમાં ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાનો ફોટો અને નામ ગાયબ જોવા મળ્યા છે.

ઘણા સમયથી હળવદ ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ બન્ને જૂથ વચ્ચે નાના મોટા જગડાઓ ચાલતા રહે છે. આ જુથ વચ્ચે ભાજપના કાર્યકર્તાઓમાં પણ જુથ પડી ગયા છે. કોરોના મહામારીના કારણે જ્યારે બધું ઠપ થઈ ગયું હતું. ત્યારે ઓગસ્ટ મહિનામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હળવદ હાઇવે રોડ તેમજ ગામમાં જ્યાં જ્યાં જન આશીર્વાદ યાત્રાના બેનરો લગાવાયા છે. ત્યાં ત્યાં દરેક બેનરોમાં હળવદ ના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો ફોટો કે નામ મૂકવામાં ના આવતા હળવદ ભાજપમાં ફરી એક વખત ભંગાણ પડ્યું છે.

જ્યારે કોરોન ચાલતો હતો ત્યારે ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા એ દિવસ રાત જોયા વગર લોકોની વચ્ચે રહી નાના કે મોટા લોકો ની મદદ કરી છે તેમજ કોરોનાની બીજી લહેર માં પણ ધારાસભ્ય સાબરીયા એ સરકારી દવાખાનામાં ઓક્સિજનની સગવડ તેમજ દરેક નાગરિકોને રસીકરણ ઝડપી બને એ માટે ધારાસભ્ય પરસોતમ સાબરીયા દ્વારા ખુબજ પારદર્શક પૂર્વક કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને દરેક કાર્યકર્તા ઓ સાથે ઊભા રહી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હાલ ભાજપ ની જ જન આશીર્વાદ યાત્રા હળવદ ખાતે પણ આવી રહી હોય ત્યારે હળવદના જ ભાજપના ધારા સભ્ય પરસોતમ સાબરીયાનો ફોટો પોસ્ટરમાં રાખવામાં ના આવતા હળવદ ભાજપ ના બન્ને જૂથ વચ્ચે રાજકરણ ગરમાયું છે.

જ્યારથી ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા કોંગ્રેસમાંથી ભાજપમાં ચૂંટાઈ ને ધારાસભ્ય બન્યા છે. ત્યારથી તેમની અને પુર્વ મંત્રી જયંતીલાલ કાવડિયા વચ્ચે નાની મોટી બાબતોમાં જુથવાદ ચાલ્યા કરે છે. અને જ્યારથી જયંતીલાલ કાવડિયા ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ બન્યા છે. ત્યારે તેઓના સમર્થકો અને પરસોતમ સાબરીયાના સમર્થકો એક જ પક્ષના કાર્યકર્તા હોવા છતાં પક્ષની મીટીંગ હોય કે પક્ષનો કોઈ કાર્યક્રમ હોય છે. બન્નેના કાર્ય કર્તા ઓ આમને સામને હોય છે. હવે જોવું એ રહ્યું કે, ભાજપના આ જૂથવાદનો અંત આવે છે કે પછી હળવદ ભાજપમાં ભંગાણ યથાવત રહેશે. હળવદમાં ચર્ચાઈ રહ્યું છે કે શું આ પોસ્ટરમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો ફોટો મૂકવામાં આવશે કે પરિસ્થિતિ ફરી વણસી જશે.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW