મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા મહિલાએ કોર્ટમાં છૂટા છેડા લઈ અન્ય જોડે લગ્ન કરી લેતા ખાર રાખી આરોપી દ્વારા કુવાડી જેવા હથીયાર લઈ ફરીયાદિના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપી ઘરમાં તોડફોડ કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર સત્યમ્ પાર્ક સોસાયટી શેરી નં -૧મા રહેતા ભારતીબેન કુલદિપભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) એ આરોપી મહેશભાઈ તુલસીભાઈ પરમાર રહે. પ્રેમજીનગર પાણીના અવાળા વારી તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૬-૨૦૨૪ ના રોજ ફરીયાદીના આરોપી સાથે અગાઉ લગ્ન થયેલ હોય અને જેમા ફરીયાદિએ કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હોય અને ફરીયાદિએ કુલદીપ સાથે લગ્ન કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપી કુવાડી જેવા હથીયાર લઈ ફરીયાદિના ઘરમા પ્રવેશ કરી ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપી ઘરમાં તોડફોડ કરી ફરીયાદિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર ભારતીબેને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આઇપીસી કલમ -૪૪૭,૪૨૭, ૫૦૬(૨),૫૦૪,૧૧૪ તથા જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.