વાંકાનેર: કેરાળાબોર્ડ નજીક દરીયાલાલ જીનની પાસે ચોટીલા વાંકાનેર ને.હા. રોડ ઉપર ટ્રકે રીક્ષાને હડફેટે લેતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાહેદોને સામન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ કાજલબેન કિશનભાઇ મીઠપરા (ઉ.વ.૧૮.રહે. બોઘરાવદર, તા,જસદળ, જી. રાજકોટ) એ ટ્રક નં- GJ-11-W-9131ના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨૬ના રોજ ફરીયાદી તથા તેના સાહેદો સીએનજી રીક્ષા નં- GJ-36-U-2438 વાળીમા બેસી જતા હોય ત્યારે ચોટીલા-વાંકાનેર ને.હા. રોડ ઉપર કેરાળા બોર્ડ ની નજીક દરીયાલાલ જીનની પાસે પહોંચતા એક ટ્રક નં-GJ-11-W-9131 વાળા ટ્રક નો ચાલક પોતાની ટ્રક રોંગસાઈડમાં પુર ઝડપે બેફીકરાઈથી ચલાવી CNG રીક્ષા નં- GJ-36-U-2438 વાળી સાથે અથડાવી ફરીયાદી તથા સાહેદોને શરીરે નાની-મોટી ગંભીર ઈજા કરી તેમજ એક સાહેદને ગંભીર ઈજા પહોંચાડી મૃત્યુ નીપજાવી ટ્રક ચાલક પોતાની ટ્રક મુકી નાશી છુટયો હતો. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નાં આધારે આરોપીને ઝડપી તજવીજ હાથ ધરી.