માળિયાના ચાચાવદરડા ગામે આવેલ શ્રી રામ પેટ્રોલીયમ ખાતે પર્યાવરણ બચાવો પ્રોગ્રામ અંતર્ગત મોરબી જીલ્લા આહિર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ, નવરંગ નેચર ક્લબ રાજકોટ તથા મોરબી જિલ્લા ભા઼જપ મહામંત્રી જેસંગભાઈ હુંબલ દ્વારા 1000 રોપાનુ વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રોપા વિતરણ કાર્યક્રમમાં નિવૃત RFO વી. ડી. બાલા હાજર રહેલ હતા. તેમજ માળિયાના આસપાસના વૃક્ષપ્રેમી લોકોએ વિનામુલ્યે રોપા વિતરણનો લાભ લીધો હતો.