મોરબીમાં ચોમાસુ વિધવિત રીતે શરૂ થઈ ગયું હોય એમ હમણાં જ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય શરૂ થવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ મોરબી જીલ્લા અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે માળિયાના ચાચાવદરડા ગામે આવેલ શ્રી રામ પેટ્રોલિયમ ખાતે તા.19 જુલાઇને સોમવારના રોજ વિના મુલ્યે રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોપા વિતરણનો લાભ લેવા લોકોને શ્રી રામ પેટ્રોલિયમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.