Friday, April 11, 2025

ચાચરિયા શાળાના શિક્ષકને રાજ્યકક્ષાનો દ્રોણા એવોર્ડ એનાયત

Advertisement
Advertisement
Advertisement

બોટાદ કનુભાઈ ખાચર દ્વારા

ચાચરિયા શાળાના શિક્ષકને રાજ્યકક્ષાનો દ્રોણા એવોર્ડ એનાયત

સમગ્ર બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાતભરમાં એક નખશીખ કર્મઠ શિક્ષક અને મલ્ટીટેલેન્ટેડ પ્રતિભાના ધની તરીકે જેની ઓળખ છે એવાં મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામનાં વતની અને શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાના ઈનોવેટિવ શિક્ષક એવાં પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચરને એક અંતરિયાળ વિસ્તારની સરકારી શાળામાં શ્રેષ્ઠ અને ઐતિહાસિક કામગીરી બદલ VTV NEWS દ્વારા રાજ્ય કક્ષાનો દ્રોણા ઍવોર્ડ ગુજરાતના રાજ્ય કક્ષાનાં શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા,શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ કસુંબાના કલાકારોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો….
ગુજરાતભરમાં સારસ્વતોનુ ગૌરવ બનેલા પ્રવીણભાઈ ખાચર એક શ્રેષ્ઠ શિક્ષક હોવાની સાથે એક શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક,કવિ,લેખક,કેળવણીકાર,બાળસાહિત્યકાર,કોલમીષ્ટ, મોટીવેશનલ સ્પીકર તથા શ્રેષ્ઠ વક્તા તરીકે ખૂબ જાણીતા છે….તેમને જિલ્લા,રાજ્ય અને નેશનલ કક્ષાના અનેક ગૌરવપૂર્ણ સન્માનો અને એવોર્ડ મળેલા છે ત્યારે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સુત્રને ચરિતાર્થ કરતાં ખાચર સાહેબને તેમની શ્રેષ્ઠ કામગીરી માટે VTV ન્યુઝ દ્વારા અમદાવાદની પ્રસિદ્ધ પ્રાઈડ પ્લાઝા ફાઈલ સ્ટાર હોટેલમાં દ્રોણા સિઝન -3 માં શિક્ષણક્ષેત્રે સમાજલક્ષી અને કેળવણીલક્ષી કામગીરી કરનાર યુનિવર્સિટી, સંસ્થાઓ,શાળાઓ અને શિક્ષકોને સન્માનવાના ભવ્ય અને જાજરમાન કાર્યક્રમમા પ્રવીણભાઈને સન્માનિત કરવામાં આવતાં ચારોતરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે… સમગ્ર ગુજરાતમાં શિક્ષણ અને કેળવણીલક્ષી કામગીરીને બીરદાવવાની VTV NEWS ની આ શ્રેષ્ઠ મુહીમની ખૂબ પ્રસંશા થઈ રહી છે… ખૂબ ખૂબ અભિનંદન

Related Articles

Total Website visit

1,501,793

TRENDING NOW