Friday, April 4, 2025

ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં સરકારી યોજનાઓની જનજાગૃતિ વધે, સમાજમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી રાજ્ય સરકારશ્રીના નિયમાનુસાર કરવામાં આવતી હોય છે.

તાજેતરમાં હળવદ તાલુકામાં ચરાડવા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ પરંપરાગત રાસ ગરબા, સ્વચ્છ ભારત અભિયાન, અનુસૂચિત જાતિ અને અનુસચિત જનજાતિના લાભાર્થીઓ માટે વિવિધ સહાયકારી યોજનાઓ, ગરીબ કલ્યાણ મેળો, આત્મનિર્ભર ભારત, સેવાસેતુ કાર્યક્રમ, બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અને એક પેડ માં કે નામ અભિયાન વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત હળવદ તાલુકાના મેરૂપર ગામમાં સંતવાણી અને પરંપરાગત રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કાર્યક્રમમાં લોકગીતો, ભજનનો ગ્રામ સરપંચશ્રી, આજુબાજુના ગામમાંથી પધારેલા લોક પ્રતિનિધીશ્રીઓ તેમજ ગ્રામજનોએ આસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે લોક કલાકાર કમલેશ પરમારને ચરાડવા ગ્રામ પંચાયત અને મેરૂપર ગ્રામ પંચાયત દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,501,525

TRENDING NOW