મોરબીના ચકમપર ગામે પાણીના આરો પ્લાન પાસે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી બે શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધીઈ છે.
મોરબીના ચકમપર ગામે રહેતા દિનેશભાઈ કાંતિભાઈ ચૌહાણ (ઉ.વ.૩૨)એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કિશનભાઈ ઉર્ફે ત્રિભુવનભાઈ વાલજીભાઈ ચૌહાણ અને દેવજીભાઈ વાલજીભાઈ ચૌહાણ સાથે આગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી કિશનભાઈ અને દેવજીભાઈએ ગાળો આપી ઝપાઝપી કરી આરોપી કિશનભાઈ એ ફરિયાદી દિનેશભાઈને લાકડાના ધોકાથી માર મારી તથા આરોપી દેવજીભાઈ એ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.