Tuesday, April 22, 2025

ચંદ્ર ઉપર સફર કરવાની ઈચ્છા છે..!! તો જેતપર-અણીયારી રોડ ઉપર ચક્કર મારજો

Advertisement
Advertisement
Advertisement

જેતપર-અણીયારી રોડ ચંદ્ર ઉપર હોવાનો અહેસાસ કરાવશે..

જેતપર અને અણીયારી રોડને લાગ્યો ભ્રષ્ટાચારનો સડો તંત્રની સાથે નેતા ભરનિંદ્રામાં પાયાની સુવિધાથી વંચિત લોકો ત્રાહીમામ પોકારી ગયા રોડનુ નવનીકરણ ક્યારે ?

મોરબી જેતપર અણીયારી રોડ પર મસમોટા વિકાસના ગાબડાથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે સ્થાનિક નેતાજીની જરાક પીન લાગતા જ રોડને રૂડો બનાવવા ધુળ કાંકરી નાખી સ્થાનીક લોકો અને વાહન ચાલકોને બાબુળા બનાવી દે છે જોકે આજદીન સુધી રોડને યોગ્ય રીતે રિપેરીંગ કરવાને બદલે વેઠ જ ઉતારી તંત્રના જેતે જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર છટકબારી શોધી છુ થઈ જાય છે. તો નેતાજી રિપેરીંગ કરવાના બણગા ફુંકી લોકોને લોલીપોપ આપી ગોળી પાઈ દે છે.

ત્યારે આ રોડ લાંબા સમયથી અતિ બિસ્માર હોવાથી ભુતકાળમાં આ રોડ પર મસમોટા ગાબડામાં અનેક ફસડી પડ્યા છે તો ઉબડ ખાબડ રસ્તાથી નાના મોટા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અહીના ગ્રામ્ય વિસ્તારને મોરબીને જોડતો એકમાત્ર શોટકટ રોડ હોય જે અતિ દયનીય હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકોને વગર સુચનાએ ૩૦થી ૪૦ની સ્પીડે જ વાહન હંકારવુ પડે છે. જેથી તૌબા પોકારી ગયેલા વાહન ચાલકો રોડનુ નવસર્જન ક્યારે થશે તેવુ સૌના મુખે ચર્ચાઈ રહ્યુ છે. જોકે પ્રિ-મોન્સુન કામગીરીમાં પણ વેઠ ઉતારી હોય તેમ રોડની હાલત જૈસે થૈ જેવી થઈ જવા છતા સ્થાનીક નેતા કે તંત્ર દ્વારા આંખ મિચામણા કરી લોકોને પડતી હાલાકીનો કોઈ હલ કાઢવામાં પાંગળા સાબિત થઈ રહ્યા હોય તેવો ઘાટ રોડ પરની અવદશા જોઈને કહી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોડને બનાવવામાં કે રિપેરીંગ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં કોઈ કચાસ બાકી રાખી ન હોય તેમ તકલાદી કામના પોપડા ઉખડી ઉખડી વાહન ચાલકોને ઉડીને આંખે વળગતા શરૂઆતમાં સવાલો ઉભા થયા હતા ત્યારે આ વિસ્તારના લોકો અને સીરામીક કારખાનાથી ધમધમતા રોડ પર કામ અર્થે જતા લોકો અવરજવર કરતા વાહન ચાલકોને રોડ રસ્તાની મુખ્ય પાયાની સુવિધાઓ ન હોવાથી મગરમચ્છની પીઠ સમાન રોડ પર દરરોજ અપડાઉન કરતા લોકોની હાલત કફોડી થવા પામી છે.

તેમજ આ વિસ્તારની મુખ્ય સરકારી હોસ્પિટલ જેતપર હોય કે જ્યા આજુબાજુ વિસ્તારના ગામડાઓના લોકો અને મોટા ભાગે ડીલીવરી કેસ આવતા હોય એમ્યુલંન્સમાં રહેલા દર્દીની હાલત આ ભ્રષ્ટાચારના ગ્રહણમાં આવી ગયેલા બિસ્માર રોડમાં દર્દીની હાલત અતિ પીડાદાયક બની જાય છે છતા તંત્ર કે સ્થાનીક નેતાનુ પેટનુ પાણી હલતું નથી તે શરમજનક બાબત છે જેથી હવે તો તૌબા પોકારી ગયેલા લોકોના મુખે એક જ વાત ચર્ચાઈ રહી છે આ રોડનુ નવનીકરણ ક્યારે થશે ?

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW