Wednesday, April 23, 2025

ચંદ્રકાંતભાઈ ચોરાડા ની લાડકવાયી દીકરી ચિ. આદ્ધયા ના જન્મદિવસ નિમિતે આઇ માં શ્રી કંકુકેશર માઁની પ્રેરક ઉપસ્થિતિમાં લોક ડાયરો યોજી ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

મુળગામ પોટલીયા તા.હિંમતનગર નિવાસી યુવા બિઝનેસમેન શ્રી ચંદ્રકાંતભાઇ ભગવતસિંહજી ચોરાડા દ્વારા પોતાની વ્હાલી દિકરીબા ચિ.આદ્ધયાના પ્રથમ જન્મદિવસ નિમિત્તેભવ્ય જન્મોત્સવ ઉજવણીનું આયોજન કર્યું હતું..વહાલસોય દિકરીને એક વર્ષ પૂર્ણ થવામાં હતુ જેના આયોજનમાં છેલ્લા એક મહિનાથી સતત સુંદર મજાના આયોજનમાં લાગેલા હતા..સમાજમાં પહેલા ખોળાના સંતાનનો આટલો ભવ્ય-તો-ભવ્ય આયોજન આ પહેલા આટલું આયોજનબદ્ધ પહેલીવાર નજરે નિહાળ્યુ હતુ..આઇ માં કંકુ-કેશરમાઁની આશિર્વાદ અને ઉપસ્થિતિએ પ્રસંગને વધારે દિપાવ્યો હતો.

મુળગામ પોટલીયા તા.હિંમતનગર નિવાસી અને હાલ ગાંધીનગર રહેવાશી યુવા બિઝનેસમેન શ્રી ચંદ્રકાંતભાઇ ભગવતસિંહજી ચોરાડા દ્વારા પોતાની વ્હાલી દિકરીબા આદ્ધયાના પ્રથમ જન્મદિવસ નિમિત્તે ભવ્ય જન્મોત્સવ ઉજવણીનું આયોજન કર્યું હતું..જેમાં પરમ પુજ્ય આઇ શ્રી કંકુ-કેશરમાઁની પ્રેરક ઉપસ્થિતિ અને અસિમ આશિર્વાદથી પ્રસંગને વધારે દિપાવ્યો હતો..ચિ.આદ્ધયાના જન્મોત્સવમાં મુખ્ય આકર્ષણ લોકલાડીલા લોકગાયક કિર્તીદાન ગઢવી હતા..કિર્તિદાનનના સુર-સંગીતની મહેફીલથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..અને સંગીતમય બન્યું હતું.. જન્મોત્સવ ભવ્ય કાર્યક્રમની શરૂઆતમાં જ ચિ.આદ્ધયાના પિતાશ્રી શ્રી ચંદ્રકાંતભાઇ ચોરાડાની સુચનાથી કાર્યક્રમમાં ઉદ્ઘોશક અને સંચાલન કર્યાં આદરણીય શ્રી ર્ડા.વિમલભાઇ જશુભાઇ બાટી સાહેબ દ્વારા એક સુંદર મજાની ઘોષણા કરવામાં આવી હતી કે આજના આ જન્મોત્સય ઉપક્રમે રાખેલ ડાયરામાં જે પણ ઘોળ આવશે એ તમામ આઇ શ્રી સોનલ વિસામો,અમદાવાદની સેવાકિય પ્રવૃતિમાં અર્પણ કરવામાં આવશે..ઉપરોક્ત ઘોષણાએ જન્મોત્સવ ના આ આયોજનમાં ચાર ચાંદ લગાવી દિધા હતા..અને સાચા અર્થમાં ઉજવણીનો સૌને અહેસાસ થયો હતો..

ચારણ સમાજમાં આંતરે દહાડા અનેક આયોજનો થતાં હોય છે.જેનાથી આપસૌ વિદિત જ હશો..પરંતુ પોતાની વ્હાલ સોય દિકરીના પ્રથમ જન્મદિવસ નિમિત્તે આટલુ મોટુ ભવ્ય આયોજન કદાચ પહેલુ હશે..જેમાં આટલી બધી ભવ્યતા સાથે સાથે ચારણ સમાજની એક સેવાભાવી સંસ્થાને યાદ કરી આટલું મોટુ યોગદાન આપવાની જાહેરાત કરી હોય..

આઇ શ્રી સોનલ વિસામો,અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર પેસંટ તેમજ એમના સગા-સ્નેહી માટે નિ:શુલ્ક રહેવાની તથા જમવાની વર્ષોથી વ્યવસ્થા ચાલે છે..કિડની,કેન્સર,હાર્ટ વગેરેની સારવાર માટે સમગ્ર ભારત દેશમાંથી અનેક દરદી રોજ આવતા હોય છે.ખાસ કરી ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશના વધુ હોય છે..એક ધારા નવ-નવ મહિના સારવારમાં રોકાયાના અનેક દાખલા છે..તથા સોનલ વિસામા ઉપર રહી ઘણા બધા સફળ બાયપાસ ઓપરેશન તથા સફળ કીડની ટ્રાન્સપ્લાન્ટ ના ઓપરેશન તથા બોર્નમેરો ટ્રાન્સપ્લાંટ જેવા ગંભિર પ્રકારના ઓપરેશન પણ થયેલ છે..સોનલ વિસામા દ્વારા ઓપરેશન બાદ આયસોલેશન રૂમની તથા જરૂર પડે ત્યારે બ્લડની સહાય પણ વારંવાર કરવામાં આવે છે..એક દિવસથી લઇને અનેક મહિનાઓ સુધી નિઃશુલ્ક તમામ સગવડ પુરી પાડવામાં આવે છે..આજ સુધી કોઇની પાસે સામે ચાલી એકપણ રૂપિયાની આપણે ફી લીધેલ નથી..તથા કોઇપણ જાતના ભેદભાવ વગર આઇ સોનલના આદેશના પાલન સાથે “ચારણ- એક-ધારણ” ના મંત્ર સાથે અતિથિ દેવોભવના મંત્ર (માન-સન્માન) સાથે ઉપરોક્ત સેવાકિય પ્રવૃતિ ચાલે છે..અને એટલે જ સમગ્ર ચારણ સમાજનો આટલો પ્રચંડ સાથ અને સહકાર મળેલ છે..

 

આજના ચિ.આદ્ધયાના જન્મોત્સવ નિમિત્તે શ્રી ચંદ્રકાંતભાઇ ચોરાડા દ્વારા

ચારણ સમાજમાં બે કામ પ્રર્ણારૂપ કરેલ છે. જેની સમગ્ર ચારણ સમાજે નોંધ લેવા જેવી છે.

એક કાર્ય પોતાની વ્હાલી દિકરીને એક વર્ષ પૂર્ણ થતાં આટલા સુંદર મજાના ભવ્ય લોકડાયરા સાથેનું આયોજન જેમાં કિર્તિદાન ગઢવી જેવા સ્ટાર લોકગાયકને બોલવવા તથા પોતાના તમામ સગા- સ્નેહી-મિત્રોને રૂબરૂ મળી પત્રીકા આપી પુરા હેતથી આમંત્રિક કરવા તથા પુરા માન-સન્માનથી આવકારવા અને પોતાના હરખના પ્રસંગમાં સંમલિત કરવાનો આ એક ચારણ સમાજનો પહેલો પ્રરર્ણારૂપ યાદગાર પ્રસંગ હતો..બીજુ પોતાના હરખના પ્રસંગ સાથે સાથેસામજની સેવાભાવી સંસ્થાને યાદ કરવી અને કિર્તિદાન ગઢવી જેવા મોટા ગજાના લોકગાયકને બોલાવવા તથા ઉપરોક્ત ભવ્ય ઉજવણીનો તમામ ઘોળ સોનલ વિસામો જેવી સેવાભાવી સંસ્થાને અર્પણ કરવી..એ પણ એક ચારણ સમાજમાં પ્રર્ણા લેવા જેવું કાર્ય કરેલ છે..જેમાં સોનલ વિસામો સંસ્થાને 4,00,000/- (ચાર લાખ પુરા) જેટલી માતબર ઘોળની રકમ સંસ્થાને અર્પણ કરેલ છે..જે ચારણ સમાજમાં વ્હાલસોય દિકરીબાના પહેલા જન્મદિન નિમિત્તે સેવાભાવી સંસ્થાને ડાયરાનું આયોજન કરી મોટી રકમ આર્પણ કરવાની પહેલી શરૂઆત છે..ચારણ સમાજમાં એક નવો ચિલો ચાતર્યો છે..જન્મોત્સવ વખતનો ઉપરોક્ત બંને પ્રેર્ણાદાયક કાર્ય માટે પોટલીયા-ચોરાડા પરીવાર અને મોસાળ પક્ષ પઢારીયા-બાટી પરીવારને ખુબ ખુબ અભિનંદન છે..કુળદેવી માઁ વરેખણ કૃપા તથા માઁ ચાંપલ કૃપા તથા આઇ શ્રી સોનલ કૃપા સદાય રહે..

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW