મોરબી: ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકાની ઘુનડા (સ.) પ્રાથમિક શાળામાં આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના સંક્રમણ દરમ્યાન અવસાન પામેલ ગામના રહીશ સ્વ.ભગવાનજીભાઈ નરસીભાઈ બાવરવાના સ્મરણાર્થે તેમના પુત્ર કૌશિકભાઈ ભગવાનજીભાઈ બાવરવા અને તેમના પરિવારજનો તરફથી શાળામાં અભ્યાસ કરતા ઘોરણ ૧ અને ૨ ના ૭૫ જેટલા વિદ્યાર્થીઓને રૂપિયા ૧૮૦૦૦ની રકમની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
કોવિડ -19 ગાઈડલાઈન મુજબ અને તેને અનુસરીને કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓના વાલીઓને આ શૈક્ષણિક કીટ અર્પિત કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરી તેમની શૈક્ષણિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવવામાં આવી હતી. દાતાને વંદન સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ ધ્વજ વંદન કાર્યક્રમ દરમ્યાન એન.એમ.એમ.એસ.પરીક્ષામાં મોરબી જિલ્લામાં દ્વિતિય અને મોરબી તાલુકામાં પ્રથમ રહેલ શાળાની વિદ્યાર્થીની બરાસરા સ્વાતી હસમુખભાઈને સન્માનિત કરવામાં આવી હતી. ગ્રામજનો તરફથી રૂપિયા ૧૦૦૦નું અનુદાન શાળાને પ્રાપ્ત થયું હતું. આમ ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત શાળાને રૂપિયા ૧૯૦૦૦ જેટલી રકમનું અનુદાન શૈક્ષણિક વિકાસ માટે પ્રાપ્ત થયું છે. કાર્યક્રમનું આયોજન કોવિડ -19 ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવ્યું.
