મોરબી તાલુકાના ઘુંટુ ગામેથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો પોલીસે જપ્ત કરેલ છે. આરોપી સ્થાળ પરથી નાશી છુટતા મોરબી તાલુકા પોલીસે તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે જનકપુર સોસાયટીમા આરોપી જીજ્ઞેશભાઈ
પ્રાણજીવનભાઈ વિરપરીયા (રહે. ઘુંટુ ગામ. મોરબી) ના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨૪ ( કિં. રૂ. ૯૦૦૦) નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે. આરોપી સ્થળ પરથી નાશી છુટતા મોરબી તાલુકા પોલીસે તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.