ઘુંટુ ગામની સીમમાં ઠાલવવામાં આવેલ કેમિકલ યુક્ત ટેન્કર બાબતે કંપનીને 2 લાખનો દંડ ફટકારતી જીપીસીબી.
મોરબી તાલુકાના ઘુંટૂ ગામમાંથી ગામ ગ્રામજનોએ 2 મહિના પહેલા કેમીકલ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. જે તે સમયે ગ્રામજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યો છે. આ ટેન્કર ગામની સીમમાં ખાલી કરવામાં આવ્યું હોય અને આ કેમિકલ થી ગામ ની જમીન પ્રદુષિત થઇ છે જે તે સમય ગ્રામજનો એ કરેલ વિરોધ બાદ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોચી હતી અને ટેન્કરમાંથી તેમજ જે સ્થળે કેમીકલ ફેકવામાં આવ્યો હોવાનો આક્ષેપને ધ્યાને લઈને જીપીસીબી દ્વારા તે સ્થળેથી નમુના લેવાયા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો રિપોર્ટ માં બંને સેમ્પલ એક જ કેમિકલના હોય અને આ કેમિકલ અત્યંત જોખમી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ જીપીસીબી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં આ કેમિકલ ઉચી માંડલ ખાતે આવેલ ક્રીસાંજ ફાર્મા દ્વારા ઠાલવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જે બાદ જીપીસીબી એ આ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારી તેનું વીજ કનેક્શન કાપી લેવાયું હતું. હવે જીપીસીબી દ્વારા એન્વારોમેન્ટલ ડેમેજ કોમ્પનસેસન રૂપે રૂપિયા 2 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત જે ટેન્કર પકડાયું હતું તેનું રજીસ્ટ્રેશન રદ કરવા આરટીઓને પત્ર લખવા માં આવ્યો છે.