સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો હતો. જ્યારે નવાઈની વાત તો એ છે કે, ઉમેદવારના ઘરમાં 5 સભ્યો છે. ત્યારે સોશ્યલ મિડિયામાં ભાજપના ઉમેદવારની ઠેકડી ઉડી છે. અને પોતાના પરિવારના જ સભ્યોએ મત ના આપ્યો હોવાની વાતને લઈને લોકો મઝા લઈ રહ્યા છે.
તામિલનાડુમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો.કાર્તિકે કોયંબતૂર જિલ્લામાં વોર્ડ મેમ્બર માટેની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. અને જોરશોરથી ચુંટણી પ્રચાર પણ કર્યો હતો. પરંતુ ડો.કાર્તિકને એક જ મત મળ્યો હતો. જ્યારે તેમના ઘરના જ 5 મત હતા. છતાં તેમને એક મત કેવી રીતે મળ્યો તે તપાસનો વિષય છે. ત્યારે શું ઘરના લોકોએ તેમને મત જ ન આપ્યો કે તેઓ મત આપવા જ ગયા ન હતા. જ્યારે આવી હાલત જ ભારતીય જનતા પાર્ટીના બીજા એક ઉમેદવારની હતી તેણે પણ માત્ર 2 મત જ મળ્યા હતા.
આ ચુંટણી જે બેઠક માટે યોજાઈ હતી. તેમાં 6 ઉમેદવારોએ ચુંટણી લડી હતી. ચૂંટણીમાં કુલ 913 મત નખાયા હતા. ચૂંટણી જીતનાર ઉમેદવારને 387 મત મળ્યા હતા. બીજા નંબર પર રહેનાર ઉમેદવારને 240 અને ત્રીજા નંબર પર રહેનાર ઉમેદવારને 197 મત મળ્યા હતા. જ્યારે 3 મતો રદ થયા હતા. આ ન્યુઝ સોશ્યલ મિડિયામાં ફેલાતા લોકોએ ઉમેદવારની ભારે મજાક ઉડાવી હતી. જ્યારે લેખિકા અને એક્ટિવિસ્ટ મીના કંડાસ્વામીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારને એક જ મત મળ્યો તેમના ઘરના 4 સભ્યોએ પણ તેમને મત ન આપ્યો, તેમની ઉપર ગર્વ છે.