Wednesday, April 23, 2025

ગ્રાહક જાગરણ પખવાડા અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ટીમ દ્વારા અભિનવ સ્કૂલમાં ગ્રાહક સુરક્ષા સેમીનાર તારીખ 14/12/2024 ના રોજ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ગ્રાહક જાગરણ પખવાડા અંતર્ગત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ટીમ દ્વારા અભિનવ સ્કૂલમાં ગ્રાહક સુરક્ષા સેમીનાર તારીખ 14/12/2024 ના રોજ યોજાયો.

ગ્રાહક હિતને માધ્યમમાં રાખીને 50 વર્ષથી લડત આપતી અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લા ટીમ દ્વારા અભિનવ સ્કૂલ મોરબી ખાતે વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એબીજીપીના રાષ્ટ્રીય સહ સચિવ જયંતભાઈ કથીરિયા એ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉપભોક્તા વાદ ગ્રાહક સુરક્ષા કાર્ય અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત આરએસએસ ના મોરબી જિલ્લાના કાર્યવાહક મિલનભાઈ પૈડા મોરબી શહેરના અગ્રણી રમેશભાઈ અધારા તથા અભિનવ શાળા ના પ્રમુખ મનોજભાઈ ઓગણજા ઉપસ્થિત રહ્યા હતા્

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દર વર્ષે 15 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી ગ્રાહક જાગરણ પખવાડા ઉજવે છે તે અંતર્ગત સમગ્ર ભારત ભરમાં વિવિધ કોલેજ શાળામાં જાગૃતિ અવેરનેસ સેમિનારો સોસાયટીમાં ગૃહિણીઓ માટે જાગૃતિ સેમિનારનું યોજાતું હોય છે તે જ રીતે મોરબીની અભીનવ સ્કૂલ ખાતે ગ્રાહક સુરક્ષા સેમીનાર યોજાયો હતો.

એસઆ કાર્યક્રમને સફળ બનાવવા એબીજીબીના મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા અભિનવ સ્કૂલના શિક્ષકો તથા મેનેજમેન્ટે ભારી જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW