Wednesday, April 23, 2025

ગૌહત્યા ના ગુન્હામાં સંડોવાયેલ બે શખ્સોની ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

માળીયા મિયાણા પંથકમાં માલધારીઓ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની ૫૦ જેટલી ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું ૧૩ ગાયોની કતલ કરી ગૌમાંસની તસ્કરી કરવામાં આવી હતી જેથી ચાર શખ્સોનો નામ ખુલતા તેની વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

ત્યારે ગાયોની કતલ કરી હોવાની વધુ એક ફરીયાદ નોંધાઇ છે જેમાં હળવદ તાલુકાના નવા અમરાપર ગામે રહેતા મેહુલભાઈ અરજણભાઇ ગોલતર (ઉ.વ.૨૧) એ આરોપી મુસ્તાક અમીન લધાણી તથા અમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી તા. માળીયા (મીં)વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બન્ને આરોપીઓ ઢોર-ગાયો ચરાવવાનો ધંધો કરતા હોય જેથી ફરીયાદીએ તેમની માલીકીની ગાયો જીવ-૨૫ તથા સાહેદ જીવણભાઈ ખેતાભાઈએ તેમની માલીકીની ગાયો જીવ-૨૦ ની આરોપીઓ રખેવાળ તરીકે ચરાવવા લઈ ગયેલ હોય જે પૈકી ફરીયાદીની ગાયો જીવ-૨૫ કુલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા સાહેદ જીવણભાઈ ની ગાયો જીવ-૨૦ ની કુલ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૫૦,૦૦૦/- ના મુદામાલની ગાયો જીવ-૪૫ પરત નહી આપી, ક્રુરતાપુર્વક કાપી કપાવી નાખેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,238

TRENDING NOW