Thursday, April 24, 2025

ગોર ખીજડીયા ગામે કારખાના માંથી કોપર વાયર ચોરી કરનાર પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક આવેલ ડેકોરેટિવ કારખાનામાંથી કોઈ અજાણ્યો ચોર કારખાનામાં પડે ઇલેક્ટ્રીક કોપર વાયર ચોરી ગયો હોય ત્યારે આ બાબતે પોલીસે 5 જેટલા શખ્શોને ઝડપી પાડ્યા છે ત્યારે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર વજ્ર વાટીકા સોસાયટી બ્લોક નં -૨૦ માં રહેતા હાર્દિકભાઈ રજનીકાંતભાઈ ચીખલીયા (ઉ.વ.૩૧)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદીના યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ કરાખાનમા પડેલ ઈલેક્ટ્રીક કોપર કેબલ નું ફીંડલુ જેનો વજન ૧૦૦ કીલો કિં રૂ. ૨૫,૦૦૦ વાળુ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે પોલીસે તપાસ કરી મોરબીના ગોર ખીજડીયા ગામે યારા ડેકોરેટીવ કારખાનામાંથી કોપર કેબલની ચોરી કરનાર આરોપી જીતેન્દ્રભાઇ જીવાભાઇ પરમાર ઉ.વ.૩૭ રહે- એલ.ઇ.કોલેજ રોડ ફુટ્ટ પાથ ઉપર મોરબી-૦૧ મુળ રહે-મયારી તા.કુતીયાણ જી.પોરબંદર, વિક્રમભાઇ કૈલાશ અંબલીયાર ઉ.વ.૨૩ રહે-હાલે ત્રાજપર ખારી,તા.જી.મોરબી મુળ રહે. એમ.પી. તથા અમજદભાઇ ફકીરમહંમદભાઇ ઉવ-૩૫ રહે. પાડાપુલ નીચે નદી માં મોરબી મુળ રહે. એમ.પી, રૂપસિંગ ઉર્ફે દિલીપ પારસિંગ ભુરીયા ઉવ-૩૨ રહે. પાડાપુલ નીચે નદીમાં મોરબી મુળ રહે. એમ.પી તથા વિરેનભાઇ વિજયભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે-નટરાજ ફાટક ઝુપડ્ડામાં મોરબી મુળ રહે- મધ્યપ્રદેશવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW