વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ગાળો બોલવા બાબતે થયેલા ઝઘડામાં પિતાને છોડાવવા વચ્ચે પડેલા પુત્રને એક શખ્સે પાઇપ માર્યો હતો. આ બનાવ અંગે યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વિજયભાઇ જીવાભાઇ ગોહીલ (ઉ.વ. ૩૩ રહે. ઠીકરીયાળા તા. વાંકાનેર) એ આરોપી માલાભાઇ છનાભાઇ પાંચલ (રહે હાલ. નવા જાંબુડીયા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યે વાંકાનેરના ઠીકરીયાળા ગામેં આરોપી ફરીયાદીના બાપુજી સાથે માથાકુટ ઝગડો કરતા હોય તથા ગાળો બોલતા હોય તે દરમ્યાન ફરીયાદી પોતાના બાપુજીને છોડાવવા વચ્ચે પડતા આ કામના આરોપીએ ફરીને ડાબા હાથની કોણીમા પાઇપનો ધા મારી ઇજા કરી હતી.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.