ગાળા થી સાપર જવાના રસ્તા પર ૧,૦૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓ ઝડપાયા.
મોરબીના ગાળા થી સાપર જવાના રસ્તા પર પલટી મારી ગયેલ સ્વીફ્ટ કાર માંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે આ અંગે પોલીસે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગાળા-સાપર રોડ ઉપર ખેતરમાં સ્વીફ્ટ કાર પલ્ટી ખાઈ ગયા બાદ કારની બાજુમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં બેઠા હોય, કાર ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી 120 લીટર દારૂ મળી આવતા આરોપી વસીમ અનવરભાઇ માલાણી, રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી, સુલેમાન અયુબભાઇ પારેડી રહે.ચીખલી તા.માળીયા(મીં) અને મનિષભાઇ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ મકવાણા રહે.પીપળી રોડ મનિષ કાંટા પાછળ મુળ રહે.પોપટપરા, જુની મીલ પાછળ, સુરેન્દ્રનગર વાળાને રૂપિયા 1,00,000/- ની કાર તેમજ 2400ની કિંમતના દેશી દારૂ સાથે કુલ મળી 1,02,400/- રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.