મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક હરી કૃપા પેપરમિલમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરવામાં આવી છે.
મોરબીના ગાળા ગામના પાટિયા પાસે હરી કૃપા પેપરમિલમાં રહેતા રાજાભાઈ સોમલાલ યાદવ (ઉ.૨૫)ને પેપરમિલમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.