ગાંધીધામના કિડાણા ગામેથી સગીરાનું અપહરણ કરીને નાસતો ફરતો આરોપી તથા ભોગ બનનારને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે વિસીપરા વાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ કોન્સ. ઇકબાલભાઇ સુમરા તથા કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલને મળેલ બાતમી આધારે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોક્સો અને અપહરણના ગુન્હાનો આરોપી ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ કટીયા (રહે.કિડાણા તા.ગાંધીધામ જી.કચ્છ) વાળો તથા ભોગ બનનાર મોરબીના વીશીપરા વાડી વિસ્તાર ખાતેથી શોધી કાઢ્યા હતા. આરોપીને ગાંધીધામ બી પો.કોન્સ સાથે લાવી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ કરેલ છે.