મોરબી તાલુકાના ખેવારીયા ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી તથા સુરેશભાઈ એમ. શેરસીયા દ્વારા ઈજાગ્રસ્ત રાષ્ટ્રીય પક્ષી મોરને બચાવી નવજીવન આપ્યું હતું. ઇજા પહોંચેલ મોરને સારવાર આપી વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
મોરબીના ખેવારીયા ગામના સરપંચ પ્રફુલભાઈ હોથી અને સુરેશભાઈ એમ. શેરસીયાને ખેવારિયા ગામે કૂતરાઓ દ્વારા મોરને ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળતા જ દોડી ગયા હતા. ગ્રામજનોની મોરને પકડવામાં આવ્યો હતો.અને મોરને પકડીને મોરબીના સામાકાંઠે આવેલ ફોરેસ્ટ વિભાગની ઓફિસે સારવાર અર્થે છોડવામાં આવ્યો હતો. જેથી મોરને જીવનદાન આપીને સરપંચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.