ટંકારા: ખેડુતોના વીમા કવચમાં કોરોના રોગને આવરી લેવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઇ વામજાએ આરડીસી બેંક રાજકોટના ચેરમેન જયેશભાઈ રાદડીયાને લેખિત રજૂઆત કરી છે.
તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં ઘણા ખેડૂતોના ભોગ લેવાય છે. આ વેળાએ ખેડૂત પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. આરડીસી બેંક રાજકોટ હરહંમેશા ખેડૂતોની સાથે ઉભી રહી છે. ત્યારે ખેડૂતો પરિવારનો સહારો બની ખેડૂતો વીમા કવચ ચાલુ છે તેમાં કોરોના વાયરસથી થતું મૃત્યુ સમાવી ખેડૂતોને સાથ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.