Wednesday, April 23, 2025

ખુનના ગુનામાં સંડોવાયેલા કેદી ફરાર થયેલ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ-૩૦૨,૩૨૬,૫૦૪,૧૨૦બી, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ વિ. મુજબના ગુનાના કાચા કામના કેદી રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા રહે. જુના દેવળીયા તા. હળવદ જી.મોરબી વાળો મોરબી જેલમાં હોય જેના નામદાર સેસન્સ કોર્ટ મોરબીનાઓએ વચગાળાના જામીન મંજુર કરેલ હોય જે આધારે મજકુર આરોપી જેલ મુકત થયેલ જે આરોપી મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતું કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી પરત જેલમાં હાજર થયેલ ન હોય અને છેલ્લા સાડા ત્રણેક વર્ષથી જેલ ફરાર હતો.

જે આરોપી ફરાર હોય તે સમયગાળા દરમ્યાન હળવદ કોર્ટ પાસે ફરીયાદી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર તથા તેમના ભાઇ પંકજસિંહ દશરથસિંહ પરમાર રહે. બન્ને દેવળીયા તા.હળવદ જી.મોરબીનાઓ હળવદ કોર્ટ મુદતે આવેલ હોય તે અરસામાં કાચા કામનો જેલ ફરારી આરોપી તથા પોતાના દિકરા પ્રેમ સાથે મળી ફરીયાદી તથા તેમના ભાઇ ઉપર હથિયાર વડે ફાયરીંગ કરી ખુનની કોશીષનો ગંભીર પ્રકારનો ગુનો આચરી નાશી ગયેલ હોય જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી.કલમ-૩૦૭,૧૧૪,૧૨૦બી, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી) (એ), ૨૭,૨૯ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનામાં પણ આરોપી નાસતો ફરતો હોય જે જેલ ફરારી આરોપી મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ફુલમાલ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ પીપલીયાવાત ગામ ખાતે હોવાની બાતમી મળતા પોલીસ ટીમને મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ અર્થે મોકલતા બાતમીવાળા ગામે તપાસ કરતા કાચા કામનો કેદી રાજેશભાઇ ઉર્ફે મુન્નો મનજીભાઇ ભોરણીયા મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW