મોરબીના ખીરઈ ગામના પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો અકસ્માત બાદ વાહન ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના નાગડાવાસના પાટિયા નજીક રહેત અને મૂળ એમપીના વતની અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા (ઉ.૧૯) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને ખીરઈ ગામના પાટિયા નજીક અર્જુનભાઈના બનેવી નાહરીયાભાઈ મેસુભાઈ સીગાલા (રહે-હાલ નાગડાવાસ પાટિયા નજીક અને મૂળ એમપી) વાળા રોડ ક્રોસ કરતા હોય દરમિયાન પાછળથી આવી હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે