ખાણ ખનીજ વિભાગની રેઇડ:- મકનસર ગામે બિનઅધિકૃત સાદી માટી ખનીજ ચોરી ઝડપાઈ..
તા.28-03-2024ના રોજ ભુસ્તરશાસ્ત્રીશ્રી ની કચેરી-મોરબી ની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા મોજે. મકનસર તા. મોરબી ખાતેથી તુલસી પેટ્રોલપમ્પ પાછળ ના ભાગે આકસ્મિક રેડ કરી બિનઅધિકૃત સાદી માટી ખનીજનું ગેરકાયદેસર સંગ્રહ કરી વહન કરવા બદલ ૦૧ JOHN DEERE કંપનીનું GJ03EA1112 નંબર નું લોડર જેના ઓપરેટર ટીંકુભાઇ માનસિંગભાઈ વસુણીયા અને ડમ્પર નંબર GJ36V8078 જેના ચાલાક વિજય વેરશીભાઈ આંત્રેશા ને પકડવામાં આવેલ અને દરિયાલાલ કોમ્પ્લેક્સ પાસે વાંકાનેર રોડ, મોરબી ખાતેથી ૦૧ ડમ્પર નંબર GJ13AW8588 જેના ચાલાક મુસ્તકીમ મજીદ પઠાણ ને ફાયરકલે ખનીજના ગેરકાયદેસર વહન બદલ સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મુકેલ છે.

(પકડવામાં આવેલ કુલ મુદ્દામાલ આશરે ૧ કરોડ)