ખાખરેચી ગામા કૃમિનાશક ગોળીનું વિતરણ કરાયું
માળિયા: બાળકોમાં પેટની બીમારી અને એનિમિયા જેવા રોગો તથા કુપોષણ માટે જવાબદાર કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ છે. જે અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓના વિદ્યાર્થીઓ અને શાળા કે અંગળવાડીમાં ના જતા હોય એવા બાળકોને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આલબેન્ડાઝોલ નામક દવા આપવામાં આવે છે.

ત્યારે આજ રોજ ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી નિમિત્તે ખાખરેચી ગામમાં કૃમિનાશક ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તા દરમ્યાન ખાખરેચી જીલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયા તેમજ યુથ કોંગ્રેસ મોરબી માળિયા વિધાનસભા ના પ્રમુખ સંદિપભાઈ કાલરીયા એ હાજરી આપી હતી.
