Thursday, April 24, 2025

ક્રાંતિકારી સેનાએ કચ્છ સરહદે ફરજ બજાવતા BSFના જવાનોને મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા પાઠવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોને મીઠાઈ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્ય સુરતના પિન્ટુલ કાકડીયાભાઈ છેલ્લા 5 વર્ષથી કરે છે. અને ભારત દેશની તમામ ઝીરો બોડર પર દર વર્ષે દિવાળીના પર્વે હજારો કિલ્લો મીઠાઈ જવાનોને આપે છે.

આ તકે ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, મીઠાઈ આપવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે બીએસએફના જવાનો પોતાના વતન અને પરિવારથી દુર તહેવારમાં દેશ રક્ષા કાજે સીમા પર પહેરો ભરી રહેલા જવાનોને પરિવાર પ્રેમ મળે એકલું ના લાગે અને દેશના લોકો તેમની નજીક છે. તેનો ખ્યાલ આવે આ કાર્ય માટે જ્યારે ક્રાંતિકારી સેનાને ગુજરાતની કચ્છ પરની બધી બોડરની જવાબદારી આપી હતી અને ઝીરો બોડર પર જવાનો મોકો મળ્યો હતો. ક્રાંતિકારી સેનાને બીએસએફ શું છે તે નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે. સવારે પહેલા BSF Water Wing Bhuj – Nakki Nala બોડર ગયા હતા ત્યાના જવાનોએ સ્વાગત કર્યું અને ખૂબ સરસ જમવાનું બનાવી આપ્યું હતું.

આ અંગે ક્રાંતિકારી સેનાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ત્યાની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. બીએસએફને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તે માટે આપણે સાથે મળીને કંઇક કરવું જોશે. ત્યાર બાદ બધા ત્યાથી Harami Nala બોડર પર ગયા અને ત્યાંની તમામ ચોંકી પર મીઠાઈ આપીને ત્યાંના જવાનો સાથે વાતચીત કરી મજા આવી ત્યાં સરસ સુવિધા છે. દોસ્તો દેશની આર્મી એટલે બધા જવાનો સરખા હોય અને બધા ને સરખી સુવિધા મળે તેવું નથી BSF દેશ ની એવી શાખા છે કે જેને સૌથી વધુ મહેનત કરવી પડે છે અને સુવિધાઓ પણ ઓછી મળે છે ઝીરો બોડર પર કામ કરવું મુશ્કેલ છે જે આજે ત્યાં જઈને ખ્યાલ આવ્યો. જવાનો પોતાનો પરિવાર છોડી કઈ રીતે દેશની સેવા કરે છે તે જાણવું હોય તો એકવાર ઝીરો બોડર પર જવું જરૂરી છે.

Related Articles

Total Website visit

1,502,271

TRENDING NOW