Friday, April 4, 2025

કોરોના વાયરસની ત્રીજી લહેરની બાળકોમાં અસર થવાની સંભાવનાઓ વિશે માર્ગદર્શન આપતા મોરબીના તબિબ ડો. મનિષ સનારીયા

Advertisement
Advertisement
Advertisement

ત્રીજી લહેરમાં શા માટે બાળકોમાં સંક્રમિત થવાની સંભાવના વધારે છે ? જો બાળક સંક્રમિત થાય તો શું કરવુ ? બાળકોમાં ત્રીજી લહેરનું જોખમ કેટલુ ? બાળકને સંક્રમણથી બચાવવા કઈ કઈ તકેદારીઓ રાખવી ? વગેર પ્રશ્નો વિશે માર્ગદર્શન આપતા મોરબીના બાળ રોગ નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા

મોરબી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ભારત દેશ કોરોનાની પ્રથમ તથા બીજી લહેરમાંથી ધીમે-ધીમે બહાર નિકળી રહ્યું છે. ત્યારે નિષ્ણાંતો દ્વારા ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તે ઉપરાંત ત્રીજી લહેર બાળકોને વધુ અસર કરશે તેવું અનુમાન કરવામાં આવ્યુ છે. ત્યારે બાળકના માતા-પિતા સતત ચિંતિત થઈ રહ્યા છે. જેથી માતા-પિતાની ચિંતા હળવી કરવા, મોરબી બાળરોગ નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકોની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા દ્વારા જરૂરી માર્ગદર્શન સૂચનો આપવામાં આવ્યા છે.

(૧) શા માટે ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે?

-પ્રથમ લહેરના મ્યુટન્ટ અને બીજી લહેરના મ્યુટન્ટ મા તફાવત જોવા મળ્યો છે. પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમાં યુવાનો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા છે. તેમજ સંક્રમણની ઝડપ પણ વધી છે. વાયરસનું સ્વરૂપ બદલાતા ત્રીજી લહેરમાં બાળકોમાં વધુ સંક્રમણનું અનુમાન કરવામાં આવ્યુ છે. ભારતમાં બાળકો માટે કોરોનાની રસી હજુ ઉપલબ્ધ બનેલ નથી તેથી ઘરના બીજા પુખ્તવયના લોકોએ ફરજીયાત રસીકરણ કરાવવું જોઈએ જેથી બાળકોને ચેપથી બચાવી શકાય. ઘણા લોકોમાં રસી પ્રત્યે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે જે સદંતર ખોટી છે. પુખ્તવય ના લોકોનું રસીકરણ ન થવાથી બાળકોમાં ત્રીજી લહેરનું જોખમ વધી શકે છે.

(૨) સંક્રમિત બાળકમાં જોખમનું પ્રમાણ કેટલુ ?

પ્રથમ લહેર કરતા બીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થયા છે. પરંતુ સામાન્ય રીતે બાળકોમાં બીજી કોઈ બિમારીઓ ન હોવાના લીધે તેમની સરળતાથી સારવાર કરી શકાય છે. સામાન્ય દવાઓથી ઘરે જ તેમની સારવાર થઈ શકે છે. તેથી ગભરાવવાની જરૂરીયાત રહેતી નથી.

(૩) બાળકને સંક્રમણ ક્યાંથી લાગી શકે?

સામાન્ય રીતે ઘરના વડીલો કે જેઓ બહાર જતા હોય અથવા બાળક શેરીમાં રમતી વેળાએ કોઈના સંપર્કમાં આવે કે જેઓ કેરીઅર બનીને બાળકને સંક્રમિત કરી શકે છે. માટે ઘરના સભ્યોએ બહારથી આવતી વેળાએ સ્નાન કરી કપડા બદલી બાળકની નજીક જવું જોઈએ. ઘરમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ હોય તો તેમનાથી બાળકને દુર રાખવુ જોઈએ. સામાન્ય તકલીફોમાં હોસ્પીટલે જવાનુ ટાળવું જોઈએ, શક્ય હોય તો ફોન પર જ ડોક્ટરનું માર્ગદર્શન લઈ શકાય. ઘણી વખત બાળક કોરોનાથી સંક્રમિત ન હોય બીજી તકલીફ હોય છતાં હોસ્પીટલે જવાથી ત્યાં બીજાનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે.

(૪) બાળક સંક્રમિત થાય તો તેની સંભાળ કઈ રીતે રાખવી ?

સામાન્ય રીતે બાળકોનું રસીકરણ સમયસર થયેલ હોય તો તેવા બાળકોમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી તેથી ડોક્ટરની સલાહ મુજબ સામાન્ય દવાઓ આપવી જોઈએ. ગંભીર લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો તેમજ ડોક્ટરની સલાહ મુજબ જરૂરી રીપોર્ટ કરાવવા. સંક્રમિત બાળકના સંપર્કમાં ઘરના વડીલો અથવા બિમાર વ્યક્તિઓ ન આવે તેની તકેદારી રાખવી. માતાએ પણ માસ્ક પહેરી બાળકની દીનચર્યા કરાવવી તેમજ ત્યારબાદ હેન્ડવોશ, સેનિટાઈઝર અને કપડાં બદલવા.

(૫) બાળકને ત્રીજી લહેરથી બચાવવા શુ કરવું ?

બાળકને પૌષ્ટીક આહાર આપવો, નાના બાળકો ને ૮ થી ૧૦ કલાકની નિંદર કરાવવી, ઝીંક અને વિટામીન-સી વાળા ફળો તેમજ ખોરાક આપવો, જંક ફુડ, પેકેજ્ડ ફુડ તેમજ ઠંડો ખોરાક ટાળવો, નિયમિત હેન્ડવોશ, સેનિટાઈઝર તથા માસ્કની ટેવ પાડવા બાળકને સમજ આપવી, શરદી-ઉધરસ ધરાવતા વડીલોએ ઘરમાં સતત માસ્ક પહેરી રાખવુ, હકારાત્મક વાતો કરી બાળકમાં હકારાત્મક તેમજ સર્જનાત્મક અભિગમ કેળવાવવો, બાળકને ભીડવાળી જગ્યાઓ પર ન લઈ જવું, બાળકનું વેક્સિનેશન નિયમિત પણે પૂર્ણ કરાવવું, સરકાર દ્વારા કરવામાં કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઘરના દરેક સભ્યોએ રસીકરણ કરાવવું, વિશ્વના અમુક દેશોમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ બનાવવામાં આવી છે, આપણા દેશમાં બાળકો માટે રસી ઉપલબ્ધ બને ત્યારે રસીકરણ અવશ્ય કરાવવુ.

કોવિડને લગતી માહીતી માટે ઇમરજન્સી માટે સ્પર્શ હોસ્પીટલ મો.9574143352 નંબર પર વોટ્સએપ મેસેજ કરી શકાશે.

Related Articles

Total Website visit

1,501,523

TRENDING NOW