ટંકારા તાલુકાની નાલંદા વિધાલય માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં અભ્યાસ કરતી 16 વર્ષ ની વિદ્યાર્થીની નો રીપોર્ટ પોઝિટિવ તેમજ નાલંદા વિદ્યાલયના અન્ય 130 વિદ્યાર્થીઓના સેમ્પલ લેવાયા જેના આવતી કાલે રિપોર્ટ મળશે.
નવયુગ વિધાલય માં પોઝીટીવ આવેલ વિદ્યાર્થીના સંપર્ક માં આવેલ વધુ એક વિદ્યાર્થી નો રિપોર્ટ પોઝીટીવ. ગઈ કાલે જાહેર કરેલ મોરબી ગ્રામ્ય વિસ્તાર ના 53 વર્ષ ના મહિલા ના પતિ, ઉંમર વર્ષ 54 નો આજ રોજ રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. મોરબી શહેર વિસ્તાર માં 22 વર્ષના અન્ય એક યુવાન નો કોરોના રિપોર્ટ આજ રોજ પોઝિટિવ આવેલ છે.
આમ આજ રોજ મોરબી જીલ્લા માં કોરોના ના કુલ 4 કેસ નોંધાયા.