મોરબીમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનવાની સાથે બેકાબૂ બની છે. ત્યારે મોરબીના જોધપર ખાતે આવેલ પાટીદાર કોરોના કેર સેન્ટર પણ હાલ ફુલ થઈ ગયું છે.
પાટીદાર સંચાલિત કોરોના કેર સેન્ટર શરૂ થયા ને માત્ર 24 કલાકમાં હાઉસ ફૂલ થઈ ગયું છે. તે પરથી મોરબીમાં કોરોનાની સ્થિતિ કેવી છે તે જાણી શકાય છે. હાલ મોરબીમાં કોરોના કહેર ખુબજ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. પાટીદાર કોરોના કેર સેન્ટરમાં 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માત્ર 24 કલાકમાં ફૂલ થઈ જતાં નવા દર્દીઓને નહી મોકલવા યાદીમાં જણાવાયું હતું.