મોરબી: કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તે માટે ક્રોંગ્રેસ દ્વારા ફોર્મ કોરોનામાં અવસાન પામેલ સભ્યની યાદી તૈયાર કરી સહાય અપાવવા માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.
ત્યારે મોરબી જિલ્લા ક્રોંગ્રેસ માલધારી સેલ દ્વારા કોરોનામાં અવસાન પામેલ વ્યક્તિઓને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય મળે એ અંગેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે ફોર્મ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રમુખ અમિતભાઇ ચાવડા તેમજ વિરોઘ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, કાર્યકરી પ્રમુખ હાર્દિકભાઇ પટેલ તમામની હાજરીમાં જમા કરવામાં આવ્યા હતા.