મોરબી તાલુકાના કોયલી ગામે સગીરાએ દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે રહેતી ૧૯ વર્ષીય યુવતી આરતીબેન ધનજીભાઇ રાણવાએ અગમ્ય કારણોસર ગત તા. ૩૧ ઓગસ્ટના રોજ ઘાસ બાળવાની દવા પી લેતા પ્રથમ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પીટલમાં ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની સીવીલ હોસ્પીટલ ખાતે લઇ જતા તેનું સારવાર દરમ્યાન ગત તા. ૬ના રોજ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.