કોડીનાર લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ગુરુનાનક જયંતિ ની ઉજવણી કરાઇ.
કોડીનાર લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા કોડીનાર સિંધી સોસાયટી ખાતે આવેલ ગુરુનાનક મંદિર ખાતે થી વહેલી સવારથીજ ભક્તિમય વાતાવરણ માં ગુરુનાનક જયંતિ ઉજવણી શરૂ કરવામાં આવી જેમાં સવારે મંદિર ની ધજા સાહેબ અને ત્યાર બાદ સત્સંગ, ભોગ સાહેબ તેમજ સર્વે સમાજ દ્વારા એક સાથે રાત્રે જન્મ દિવસ ની ઉજવણી રૂપે કેક કાપી એક બીજાને શુભ કામનાઓ આપી.
આ સાથે યુવાનો દ્વારા સેવાના માધ્યમ થી રાશનકાર્ડ ઈ.કે.વાય.સી તેમજ બ્લડ ગ્રુપ ચેક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.