કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર-સોમનાથ દ્રારા ૨ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ સંપન્ન…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે ૨ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલિમ યોજાય. જેમાં તાલીમની શરૂઆત તાલીમના કોઓર્ડિનેટર અને પાક સંરક્ષણના વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્રારા સર્વે મહેમાનો અને તાલીમાર્થીઓનુ શાબ્દિક સ્વાગત કરી કરવામાં આવી હતી. ત્યારબાદ ટેક્નીકલ સેશનની શરૂઆતમાં પ્રથમ દિવસે શ્રી રમેશ રાઠોડ દ્વારા પ્રાકૃતિક ખેતીની હાલના સમયમાં આવશ્યકતા અને તેમાં રોગ જીવાત નિયંત્રણ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ જમીન વિજ્ઞાન નિષ્ણાંત શ્રી સતીશ હડિયલ દ્વારા જમીન અને પાણીના પુથકરણ વિશે તથા બીજા દિવસે કૃષિ વિસ્તરણ નિષ્ણાંત પૂજાબેન નકુમ દ્વારા અળસીયાના ખાતર અને અજોલા વિશે તથા પાક વિજ્ઞાન નિષ્ણાંત શ્રી મનીષ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકોની માહિતી આપી હતી. ત્યારબાદ કેવિકે ખાતેના વિવિધ ડેમો યુનિટ જેવા કે પ્રાકૃતિક ખેતી એકમ, લોકવાણી રેડીઓ સ્ટેશન, મ્યુઝીયમ અને જમીન પાણી પ્રયોગશાળાની મુલાકાત કરવામાં આવી હતી ત્યારબાદ સર્વેનો આભાર વ્યક્ત કરી તાલીમ પૂર્ણ કરવામાં આવી. આ તાલીમમાં ૪૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.