Wednesday, April 23, 2025

કુબેરનગરના સ્ટ્રોમ વોટરના પાઈપલાઈનની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા

Advertisement
Advertisement
Advertisement

મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાઓ, વરસાદી પાણીના નિકાલ, વોંકળા સાફ સફાઈ, દીવાબતી, સ્વચ્છતા વિગેરેના કામો જુદા – જુદા સ્થળોએ પૂરજોષમાં ચાલુ છે. તે પૈકી વોર્ડ નં. ૧માં કુબેરનગરમાં સ્ટ્રોમ વોટર નિકાલની ચાલી રહેલ પાઇપલાઇનની કામગીરીનું બ્રિજેશ મેરજાએ સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકરોને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું.

અંદાજે રૂ. ૬૫ લાખના ખર્ચે મહેન્દ્રપરા, અંબિકાનગર, કુબેરનગરના સ્ટ્રોમ વોટર નિકાલ માટેની યોજના ઝડપભેર પૂર્ણ થાય તે માટે ધારાસભ્ય તેમજ નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ દેવાભાઇ અવાડિયાએ ખાસ રસ લઇ ચોમાસામાં આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હતું તે અટકાવવા પ્રયાસો હાથ ધર્યા છે. પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અનિલભાઈ મહેતા, બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપતભાઈ પંડયા, કાઉન્સિલઓ રાજેશભાઈ રામાવત, મોરારજીભાઇ કણઝારીયા, અમિતભાઈ ગામી, સ્થાનિક કાર્યકરો પરેશભાઇ મહેતા, ભરતસિંહ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દેવાભાઇ અવાડિયાએ આ તકે એમ જણાવ્યુ હતું કે કુબેરનગરના આ ૩૦ વર્ષ જૂનો પ્રશ્ન ધારાસભ્ય બ્રિજેશ મેરજાની દરમિયાનગીરીથી ઉકેલાય રહ્યો છે. કુબેરનગરનો પીવાના પાણીનો પ્રશ્ન અને લાઇટનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. આમ, વોર્ડ નંબર ૧ ના જાગૃત કાઉન્સિલરો અને સ્થાનિક કાર્યકરોની સજાગતાથી તેમજ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરાઇ રહેલ કામગીરીની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરાહના કરી હતી.

Related Articles

Total Website visit

1,502,239

TRENDING NOW