હળવદ: કાશ્મીર ઘાટીમાં હિન્દુઓની નિર્મમ હત્યા મામલે હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આંતકવાદી વિરૂધના નારા લગાવી વિરોધ કર્યો હતો
તાજેતરમાં કાશ્મીર ઘાટીમાં સળયંત્ર પૂર્વક નિર્દોષ હિંદુઓની નિર્મમ હત્યાઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી અને કાશ્મીર ઘાટીમાં આતંક મચવામાં આવ્યો છે. તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા હળવદના સરાનાકા ખાતે આતંકવાદના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું. સાથે ‘આતંકવાદ હાય હાય’ ‘હર હિન્દૂ ને ઠાના હૈ આતંકવાદ મિટાના હૈ’ જેવા નારા રાષ્ટ્રભકત કાર્યકરોએ લગાવ્યા હતા. સમગ્ર દેશના હિંદુઓ કાશ્મીરના લઘુમતી હિન્દૂ અને શીખ ની સાથે છે, તેઓ સંદેશ પણ આપ્યો હતો. આ કાર્યક્રમમાં હળવદ ગામના અગ્રણીયો અને રાષ્ટ્રભકત યુવાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.
