મોરબી પોલીસ કોન્સ્ટેબલ આશીકભાઇ ચાણકીયા તથા ભાનભાઇ બાલાસરા તથા સમરથસિંહ ઝાલાને ખાનગીરાહે સંયુકત બાતમી મળેલ કે રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણી રહે.કાલીકા પ્લોટ શેરી નં.૦૨ મોરબી વાળો કાલીકા પ્લોટ એ.જે.કંપનીની પાછળના ભાગે ચોકમાં ઉભેલ હોય જેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે, તેવી ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે કાલીકા પ્લોટ શેરી નં.૦૨ મોરબી વાળો કાલીકા પ્લોટ એ.જે.કંપનીની પાછળના ભાગે આરોપી રેનીશ ઉર્ફે ભાણો ફીરોજભાઇ અંદાણી રહેકાલીકા પ્લોટ શેરી નં-૦૨ મોરબી વાળાને દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કાર્ટીઝ નંગ-૦૧ કિ.રૂ.૧૦૦/- મળી કુલ કિ.રૂ.૧૦,૧૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીને પકડી પાડી તેની વિરૂધ્ધ આર્મ્સ એકટ કલમ-૨૫(૧બી)એ, મુંજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.